વોર્ડ નં.9માં પણ આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
રાજકોટ શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ખૂબ જ તૈયારી સાથે આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 4 માંથી વિધાન સભા 68 ના અધ્યક્ષ અને ગુજરાત પ્રવક્તા રાહુલ ભુવા દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું છે.
તેમની સાથે તે જ વોર્ડ માંથી હાર્દિક રાબડિયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારીયા એ પણ ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નં.9ના આપના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા અને તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાહુલ ભુવા વોર્ડના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે અને લોકોની આશાઓ પર ખરા ઉતરશે.

