શક્તિ સોસાયટીના યુવાને લોનના હપ્તા ચડત થઇ જતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને લોન હપ્તા ચડત થઇ જતા આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…

શહેરમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને લોન હપ્તા ચડત થઇ જતા આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ વસંતલાલ મેર (ઉ.વ.40) આજીડેમ ખાતે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘનશ્યામભાઇ મેર ઘેર બેઠા બંગડી વેસ્ટનું કામ કરે છે. ધંધા માટે બેંક માથી પાંચ લાખની લોન લીધી હતી. જેના 24 હપ્તા ચૂકવી દીધા હતા. બાદમાં રૂા.21700ના બે હપ્તા ચડત થઇ જતા ધનશ્યામભાઇ મેરે આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉ5રાંત બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા લલીતભાઇ હરીભાઇ પીપળીયા (ઉ.વ.55)પોતાના ઘરે હતા ત્યારે માનસિક બીમારીથી કંટાળી એસિડ પી લીધુ હતુ. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.