શહેરના દોઢસો ફૂટ રોડ પરના વિસ્તારમાં રહેતા અને મવડી ચોકડી પાસે કિલનીક ધરાવતા હોમીયોપેથીક મહિલા તબીબે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હોવાથી તેના પતિને જાણ થયા બાદ 108ને જાણ કરતા ઈએમટી સહિતના સ્ટાફે તપાસી મૃત જાહેર કરી યુનિ.પોલીસને જાણ કરતા સ્ટાફે જરૂૂરી કાર્યવાહી મૃતદેહને પીએમમાં ખસેડી કયાં કારણોસર પગલું ભર્યુ તે અંગે તપાસ આદરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા દોઢસો ફુટ રોડ પર આવેલા સંસ્કાર એલીગેન્સમાં રહેતા માનસીબેન ભાવીનકુમાર કનેરીયા ઉ.30એ બપોરે 3 થી 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.દરમ્યાન તેની 6 માસની પુત્રી રડતી હોય અને તેના પતિ અંદર બીજા રૂૂમમાં સુતા હતા.તે જાગીને જોતા તેણી લટકતી હાલતમાં મળી આવી હોવાથી તાકિદે 108ને જાણ કરતા ઈએમટીએ તપાસી મૃત જાહેર કરી યુનિ.પોલીસને જાણ કરતા પીએસઆઈ એ.જે.લાઠીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરતા મૃતક હોમીયોપેથીક તબીબ હતા.અને કલીનીક ચલાવતા હતા.દોઢેક વર્ષ પહેલા લગ્ન થયા હતા.સંતાનમાં 6 માસની પુત્રી છે. પરંતુ કયાં કારણોસર પગલું ભર્યુ તેનું ચોકકસ કારણ જાણવા ન મળતા પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.
