Site icon Gujarat Mirror

ગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોત

ગોંડલ કોટડાસાગાંણી રોડ પર BAPS સ્વામી નારાયણ ગુરુકુળ પાસે રોપલ પાર્ક – 3 નજીક રાત્રીના સાડા આઠ કલાકે બોલેરો પીકઅપ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક રતિભાઈ ખોડાભાઈ રાદડિયા (ઉ.વ.49) (રહે. ખરેડા ) ને ગંભીર ઈજાઓ પોહચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રતીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોય વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ઈજાગ્રસ્ત રતીભાઈ રાજકોટ પોહચે તે પહેલાં રસ્તા મોત નિપજતા મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રતીભાઈ છુટક ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં બે દીકરી અને બે દીકરાઓ છે. અકસ્માતે રતીભાઈનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. અકસ્માતના બનાવ ને લઈને ગોંડલ એ ડિવિઝન ASI  જીજ્ઞેશભાઈ પુરોહિત અને તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version