Site icon Gujarat Mirror

નિકાવા પાસે બાઈક સ્લીપ થતાં ચાલક શ્રમિક યુવાનનું મૃત્યુ

 

જામનગર જિલ્લાના કાલાવડ નજીક નિકાવા ગામ પાસે ડબલ સવારી બાઇક પલટી મારી જતાં બાઈક સવાર પર પ્રાંતિય યુવાનનું ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા શ્રમિક યુવાનને ગંભીર ઈજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના રાજડા ગામમાં રહેતા અશ્વિનભાઈ ધુસાભાઇ સોજીત્રા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો રાહુલ દારીયાવસિંગ ચોગડ નામનો પરપ્રાંતિય શ્રમિક યુવાન જીજે 3 એલ.એલ. 5948 નંબરનું બાઇક લઈને રાજડા ગામ થી નિકાવા ગામ તરફ જઈ રહ્યો હતો, જ્યારે તેણે પોતાના બાઈકમાં સુરજ મુકામસિંગ ચોગડને બેસાડેલા હતા.
જે બંને શ્રમીક યુવાનો નિકાવા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન અકસ્માતે બાઈક રોડથી નીચે ઉતરીને પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર રાહુલ ચોગડને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. જયારે પાછળ બેઠેલા સૂરજને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એમ. ચાવડા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version