જામનગરની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા એક આરટીઓ અધિકારી અને એક એજન્ટ વચ્ચે બપોરના સમયે કોઈ કારણસર રકઝક થઈ હતી, ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો, અને એજન્ટ દ્વારા અધિકારી પર હાથ ઉપાડવામાં આવ્યો હતો, અને ધોલ ધપાટ કરાઇ હતી. જેને કારણે દોડધામ થઈ હતી.
આ મામલાની 112 નંબરની પોલીસ ટીમને જાણ કરાતાં પોલીસ ટુકડી તાબડતોબ આરટીઓ કચેરીમાં પહોંચી હતી, અને આરટીઓ અધિકારીનું નિવેદન નોંધ્યું હતું. મુખ્ય આરટીઓ અધિકારી આજે ગાંધીનગર હોવાથી તેઓનો અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત બનેલા આરટીઓ અધિકારી દ્વારા ધોલ ધપાટ કરનાર એજન્ટ સામે સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ અરજી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બબાલ સમયે આર.ટી.ઓ કચેરીમાં થોડો સમય માટે તંગ વાતાવરણ બની ગયું હતું, અને અન્ય આરટીઓ અધિકારી તથા કેટલાક એજન્ટો એકત્ર થઈ ગયા હતા.

