ક્રાઇમ
સર્વોદય સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં યુવાનને મિત્રએ બેઠકના ભાગે છરી ઝીંકી
થોરાળામાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા યુવાનને તેમના મિત્રએ પૈસાની લેતી-દેતી કરી બેઠકના ભાગે છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ મામલે હવે થોરાળા પોલીસે ફરિયાદ નોંધાવતા તજવીજ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સર્વોદય સોસાયટીમાં રહેતા રોહિતભાઈ કિશોરભાઈ પરમાર (ઉ.વ.22) નામના યુવાનને મિત્ર કાના રાઠોડે બેઠકની ભાગે છરી મારતા તેમને ઈજા પહોંચી હતી. હાલ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. રોહિત મજુરી કરે છે. પોતે એક ભાઈ એક બહેનમાં નાનો છે. રોહિતે જણાવ્યું કે, આરોપી મિત્ર કાના પાસેથી 900 ઉછીના લીધા હતાં.
ગઈકાલે કાનાએ તુ પગ ઉપર પગ ચડાવીને શું બેઠો છે કહી પૈસાની ઉઘરાણી કરી મારમાર્યો હતો.
આ મામલે હવે થોરાળા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ છે.