Site icon Gujarat Mirror

મોરબીના નાની વાવડી ગામે હથિયાર ઝીંકી યુવાનની હત્યા

 

મોરબીના નાની વાવડી ગામે યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળતા પોલીસે તપાસ ચલાવી હતી.અને સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે બે આરોપીઓના નામ જોગ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના નાની વાવડી ગામના રહેવાસી દીપકભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ.35) નામના યુવાનનો મૃતદેહ ગામની સીમમાંથી મળી આવ્યો હતો.રાત્રીના યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો.અને બાદમાં છુટા પડયા બાદ સવારે મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળતા પોલીસને હત્યા થયાનું જણાઈ આવ્યું હતું. અને હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ શરુ કરી હતી. જે બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક દીપકભાઈ મકવાણાની હત્યામાં બે ઈસમોની સંડોવણી ખુલવા પામી છે.

યુવાનનો આપઘાત
વાંકાનેર તાલુકાના માટે નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં રહેતા અને કામ કરતા ઝારખંડના વતની શ્રમિક યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેની પત્નીને થઈ જતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિમ્બોસા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સુખરામ ગુડડુંભાઈ લોહાર ઉ.22 નામના યુવાનના લગ્ન થઈ ગયા બાદ પણ વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ મૃતકના પત્નીને થઈ જતા ગઈકાલે લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂૂ કરી છે.

કચ્છમા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા અમદાવાદ હાઇવે ઉપર ટ્રકમાં વિદેશી દારૂૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવી આરજે 30 જીએ 9369 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા રાજસ્થાનના વતની આરોપી ટ્રક ચાલક ગોપાલસિંહ છોગસિંહ રાવતના કબ્જામાંથી વિદેશી દારૂૂની 76 બોટલ કિંમત રૂૂપિયા 56,788 મળી આવતા પોલીસે 15 લાખના ટ્રક સહિત 15,56,788નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન બહાદુરસિંહ મોહનસિંહ રાવત નાસી જતા પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

Exit mobile version