જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટિયા પાસે યુવાન પર છરીથી હુમલો

એક હોટલના પાર્કિંગમાં ઇજાગ્રસ્ત યુવાન પર હુમલો કરવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થતાં ગણતરીની મિનિટોમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું: બે સામે ગુનો જામનગર-રાજકોટ હાઇવે…

એક હોટલના પાર્કિંગમાં ઇજાગ્રસ્ત યુવાન પર હુમલો કરવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થતાં ગણતરીની મિનિટોમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું: બે સામે ગુનો

જામનગર-રાજકોટ હાઇવે પર જાંબુડા ગામના પાટિયા નજીક આવેલ સિદ્ધનાથ હોટલના ગ્રાઉન્ડમાં મારામારીનો બનાવ નોંધાયો છે. એક રાજપૂત યુવાન પર બે શખ્સો એ છરી વડે હુમલો કરી દીધો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ તંત્ર તુરતજ હરકતમાં આવી ગયું હતું, અને પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી લીધો છે.

ફરિયાદી ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજાના જણાવ્યા મુજબ તેમના સંબંધીને ફોન પર થયેલી બોલાચાલીના મામલે સમાધાન કરવા જતાં આરોપી કિશન મકવાણાએ ગાળો આપી છરી વડે માથામાં હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ગંભીર ઇજા પહોંચી હતી અને માથામાં નવ ટાંકા લેવા પડ્યા હતા. અન્ય આરોપી ઉત્તમ તન્નાએ પણ મારામારીમાં ભાગ લીધો હતો. પોલીસે બંને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

નેવી મોડા ગામના વતની ફરિયાદી ચંદ્રસિંહ ઉર્ફે લાલાભાઇ સુખદેવસિંહ જાડેજા કે જેઓ જામનગર રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં પહોંચ્યા હતા, જ્યાં બન્ને આરોપીઓ કિશન મકવાણા અને ઉત્તમ તન્નાએ હીચકારો હુમલો કરી દીધો હતો.

જે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, અને તેના ફૂટેજ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જે ધ્યાનમાં આવતાં પોલીસ તંત્ર તુરતજ હરકતમાં આવી ગયું હતું, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી ને બંને આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.

વ્યાજખોરીના જાળમાં ફસાયેલા એક વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી
જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરી અને ધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફરિયાદી મુકેશભાઈ રાઘવજીભાઈ કણજારીયા નામના 55 વર્ષ ના એક વેપારીએ અશોક ઉર્ફે જાંબુ મુળજીભાઈ નંદા નામના વ્યાજખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ વેપારીએ આરોપી પાસેથી રૂૂ. 6.40 લાખ વ્યાજે લીધા હતા અને મુદલ સહિત અંદાજે રૂૂ. 7.70 લાખની રકમ ચૂકવી દેવા છતાં આરોપીએ ફરિયાદીની સ્વિફ્ટ કાર પોતાના કબજામાં રાખી હતી. ઉપરાંત સિક્યુરિટી તરીકે લીધેલા કોરા ચેકનો દુરુપયોગ કરવાની ભીતિ ઉભી કરી કાર પરત ન આપી, ફોન પર ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે વ્યાજખોરી અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ વ્યાજખોર શખ્સ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવા આવી રહી છે.