Site icon Gujarat Mirror

આજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યો

 

શહેરમાં વાહનચાલકોની બેદરકારીના લીધે અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે આજીડેમે કાર ડ્રાઇવીંગ શીખતા યુવાને અકસ્માત સર્જ્યો હતો. ફૂટપાથ ઉપર ચણ વેચતા ધંધાર્થીને ઉલાળી કાર ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં ચણના ધંધાર્થી યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ આજી વસાહતમાં ખોડીયારપરા શેરી નં.38માં રહેતાો અને આજીડેમે ચણ વેચવાનું કામ કરતો સાગર ચમનભાઇ સોલંકી (ઉ.વ.23)નામનો યુવાને આજે સવારે તેની પત્ની સાથે આજીડેમે ચણ વેચતો હતો ત્યારે આજીડેમે કાર શીખી રહેલા યુવાને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફૂટપાથ પર ચણ વેચતા હતા ત્યા ચડાવી દઇ સાગરને ઉલાળ્યો હતો . બાદમાં કાર ભીડમાં ધુસાડી દીધી હતી.

અકસ્માતને પગલે ચણ રોડ પર વેર-વિખેર થઇ થઇ હતી. જેમાં સાગર સોલંકીને ઇજા પહોંચતા 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જનાર ધ્રુવ રમેશભાઇ ચાવડા હોવાનું અને તે કાર ડ્રાઇવીંગ શીખતા હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version