Site icon Gujarat Mirror

ધોરાજી પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ઘવાયેલા ક્લિનરે સારવારમાં દમ તોડ્યો

રાજકોટમા રહેતા અને ખાનગી ટ્રાવેલ્સમા કલીનર તરીકે ફરજ બજાવતા આધેડની બસ અને ટ્રક વચ્ચે ધોરાજી પાસે અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા કલીનરનુ સારવારમા મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા રહેતા અને ખાનગી ટ્રાવેલ્સમા કલીનર તરીકે ફરજ બજાવતા ભુપતભાઇ લખનભાઇ ચાવડા (ઉ.વ. પ7) 1ર દિવસ પુર્વે ટ્રાવેલ્સ બસમા જતા હતા. ત્યારે ધોરાજી પાસે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા બસ કલીનર ભુપતભાઇ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા જુનાગઢ બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક આધેડને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમા બાબરાનાં વાવડી ધરાઇ ગામે પરીવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા સાહીલ રમેશભાઇ ગોરાસવા નામનાં 1પ વર્ષનાં સગીરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version