Site icon Gujarat Mirror

પોરબંદરના અડવાણાના યુવાન સાથે ધ્રોલના યુવાનની 10.73 લાખની ઠગાઈ

જામનગરમાં ધ્રોલ ગામે રહેતો જીવન દેવજી ચાવડા નામના આરોપીએ પોરબંદરના અડવાણા ગામના લીલા વસ્તાભાઈ કારાવદરા નામના યુવાનના રાજશાખા રોડવેજ નામની ટ્રેડીંગની ઓફિસ મારફત ફ્લાઈસની ટ્રક નંગ 53, જેની ટ્રાન્સપોટેશન સહીતની ફ્લાઈસની કિ.રૂૂ. 33.68 લાખની મંગાવી હતી અને પ્રથમ ટ્રકના પુરા રૂૂપીયાની ચુકવણી કરી, યુવાન સાથે વિશ્વાસ કેળવી અને વિશ્વાસ ટકાવવા માટે કટકે કટકે રૂૂ. 22.95 લાખની ચુકવણી કરી હતી અને બાકીના નિકળતા રૂૂ.10.73 લાખ જેટલી રકમની આરોપીએ ચુકવણી કરી ન હતી અને યુવાન સાથે ઠગાઈ કરી હતી.

આરોપીએ યુવાનને ફોન પર ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને યુવાનને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની કે પોતાના પરીવાર સાથે આત્મહત્યા કરવાની કૌશિષ કરીને યુવાનને ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જીવન દેવજી ચાવડા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે.

Exit mobile version