કાલાવડ તાલુકાના રાજડા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના રાજડા ગામે રહેતા પ્રમોદ મનસુખભાઈ કંટાળીયા નામનો 32 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યે પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના રિબડામાં આવેલ કારખાનામાં કામ કરતો મયુર અમૃતભાઈ મકવાણા નામના 21 વર્ષના યુવાને કારખાનામાં હતો. ત્યારે અકળ કારણસર ફીનાઇલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

