Site icon Gujarat Mirror

લાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો

શહેરમાં કુવાડવા રોડ પર બીએમડબલ્યુ શો રૂૂમ પાછળ લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર બીએમડબલ્યુ શો રૂૂમ પાછળ લાલપરી શેરી નં. 4માં રહેતાં વિશાલ જગદીશભાઇ ડાભી નામના 26 વર્ષના યુવાને રાતે સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દમ તોડી દેતાં પરિવામાં કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતા બી-ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક વિશાલ બે ભાઇમાં નાનો હતો અને ઇમિટેશનના કારખાનામાં નોકરી કરતો હતો. તેના પિતા જગદીશભાઇ ડાભી માર્કેટ યાર્ડમાં મજૂરી કરે છે. વિશાલની સગાઇ એક વર્ષ પહેલા બેડલા ગામની યુવતિ સાથે થઇ હતી. વિશાલે આ પગલુ શા માટે ભર્યું? તે અંગે પરિવારજનો અજાણ હોઇ બી-ડિવીઝન પોલીસે તપાસ યથાવત રાખી છે.

Exit mobile version