Site icon Gujarat Mirror

અમરેલીના નાના લીલિયા ગામે ગૃહકલેશથી યુવકનો આપઘાતનો પ્રયાસ

oplus_2097184

અમરેલીના નાના લીલીયા ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના નાના લીલીયા ગામે રહેતા ઘુઘા લાલજીભાઈ સુરેલા નામનો 25 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યા અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઘોઘા સુરેલા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો છે અને તેની પત્ની કાજલ સાથે તેને પ્રેમ લગ્ન કર્યા હતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં ઘોઘા સુરેલા તેની પત્ની કાજલને માવતરે મૂકી આવ્યા બાદ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં આવેલા લાયન્સનગરમાં રહેતા શૈલેષ અરજણભાઈ ચૌહાણ નામના 25 વર્ષના યુવાને રવાપર રોડ ઉપર આવેલી એચડીએફસી બેન્ક પાસે એસીડ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં શૈલેષ ચૌહાણ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને બે ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version