ગુજરાત

છાત્રાઓને ભંગાર સાઇકલો આપી ઉઘરાવાયો ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ

Published

on


સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 55 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ફોલ્ટ વાળી અને ભંગાર હાલતમાં આપવામાં આવી આપવામાં આવી અને સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓ પાસેથી એક સાયકલ દીઠ ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ પણ વસુલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.


ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 8 પાસ કરી ધોરણ 9 માં પ્રવેશે તેવી વિદ્યાર્થિનીઓ માટે આ યોજનામાં સરકાર દ્વારા નીશુલ્ક સાઇકલો આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થિનીઓને શાળાએ જવા આવવામાં મુશ્કેલી ના પડે અને તેઓ ટાઇમસર અભ્યાસ કરી શકે માટે આ સાયકલ આપવામાં આવે છે. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓની લાપરવાહીથી જરૂૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને ટાઇમસર સાયકલો મળતી નથી અને જે મળે છે તે પણ ભંગાર અને ફોલ્ટ વાળી સાયકલો મળે છે નથી ત્યારે રાજકોટ જીલ્લાના વીરપુરમાં મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં વીરપુર તેમજ આજુબાજુના કાગવડ ,થોરાળા,જેપુર સહિતના ગામડાઓ માથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે વીરપુર આવે છે, આ વિદ્યાર્થીનીઓને સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવતી સાયકલો ચાલુ વર્ષની તો નથી મળી પરંતુ જે સાયકલો આજે આ વર્ષે મળી તે ગયા વર્ષની સાયકલો મળી તે પણ કોઈને કોઈ ફોલ્ટ વાળી અથવા તો કાટ ખાય ગયેલા પાર્ટ વાળી ધાબડી દેવામાં આવી છે, જેમાં અમુક સાયકલો ચાલી શકે તેવી કન્ડિશનમાં પણ નથી.


સામાન્ય રીતે આ યોજનાની સાયકલો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોઇપણ જાતના ચાર્જ વગર એટલે કે નીશુલ્ક આપવામાં આવે છે પરંતુ વીરપુર સ્થિત મોંઘીબા ગલ્સ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ પાસે થી અથવા તો તેમના વાલીઓ પાસેથી સિત્તેર રૂૂપિયા ટ્રાન્સપોટીંગ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જેમને લઈને વિદ્યાર્થીનીઓને એક તો ખરાબ ભંગાર હાલતની સાયકલો ધાબડી દેવાથી એક સાયકલ દીઠ 150થી 200 જેટલો રિપેરિંગ ખર્ચ કરવો પડ્યો અને બીજી બાજુ સ્કુલ દ્વારા સિત્તેર રૂૂપિયા ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ લેવામાં આવ્યો જેમને લઈને વિદ્યાર્થીનીઓને ડબલ ખર્ચ કરવાનો વારો આવ્યો છે,


સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનિઓને જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં વિતરણ કરી આપવામાં આવતી હોય છે પરંતુ આઠ ધોરણ પાસ કરીને નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હજુ સુધી સાયકલો મળી નથી જ્યારે વીરપુરની મોંઘીબા ગલ્સ સ્કૂલમાં જે સાયકલો વિતરણ કરાઇ છે તે દશ ધોરણની વિદ્યાર્થીનીઓને કરવામાં આવી છે એમનો સીધો મતલબ એ છે કે જે વિદ્યાર્થીનીઓ આઠ ધોરણ પાસ કરીને નવ ધોરણમાં ગઈ છે તે વિદ્યાર્થીનીઓ જ્યારે આઠ ધોરણમાંથી દશમાં ધોરણમાં પહોંચી ગઈ ત્યારે આ વિદ્યાર્થીનિઓને સાયકલો મળી અને જે વિદ્યાર્થીનીઓ આઠ ધોરણ પાસ કરીને નવમા ધોરણમાં અભ્યાસ કરે છે તેમને હજુ સુધી સાયકલો મળી નથી જેમને લઈને વીરપુર અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે જેમને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે તેથી આર્શ્ચય થઇ રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે મોટાપાયે ચાલતી લોલમલોલ અને સાયકલ કૌભાંડની પોલમપોલની અનેક ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે.

કોઇ સ્કૂલ આ પ્રકારનો ચાર્જ ન લઇ શકે: શિક્ષણાધિકારી

વીરપુરના 55 જેટલી વિધાર્થીનીઓને સ્કૂલ દ્વારા ટ્રાન્સપોટ ખર્ચ પણ લેવામાં આવ્યો આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષિત પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે એ વિષય સમાજ કલ્યાણ વિભાગનો છે એમને પૂછવું પડે પરંતુ કોઈ પણ સ્કુલ આ પ્રકારનો ચાર્જ લઈ ન શકે તેવો જવાબ આપી પોતાની જવાબદારી માંથી હાથ ઉંચા કરી દીધા હતા કારણ કે વિદ્યાર્થીનીઓને કેવી કન્ડિશનમાં સાયકલો મળી છે અને કેવી સાયકલો મળી છે તે જવાબદારી કયાંકને ક્યાંક શિક્ષણ વિભાગના અધિકારીઓની પણ આવતી હોય છે ત્યારે સૌ ભણે અને આગળ વધે ની મોટી મોટી વાતોના બણગાં ફુકતી સરકારમાં વિદ્યાર્થીનીઓને આ સાઇકલો ક્ધડમ હાલતમાં વિતરણ કરવામાં આવી તો કોઇ બહુ મોટું સાયકલ કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ લોકોએ વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version