Site icon Gujarat Mirror

જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોત

જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો 45 વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રેન હેઠળ આવી જતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કુટંબી કુલદીપભાઈ દેવશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઇ ટી. કે. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version