Site icon Gujarat Mirror

કાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોત

oplus_2097184

કાલાવડ રોડ પર આવેલા સાંજાચુલા હોટલમાં સફાઇકામ કરતા પરપ્રાંતીય યુવાનને આંચકી આવતા બેભાન થયા બાદ તેનું મોત નિપજયુ હતું. વધુ વિગત મુજબ,ઉતરપ્રદેશનો વતની અને હાલમાં ચુલા હોટેલમાં રહેતો સંતોષ રામખેલવાન કુમાર (ઉ.વ.23) ગઇકાલે હોટલમાં હતો. ત્યારે તેને અચાનક આંચકી આવતા બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. નીલેષભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી મૃતક સંતોષ તેના ભત્રીજા સાથે રહેતો હતો. અને હોટલમાં સફાઇકામ કરતો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે.પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

Exit mobile version