Uncategorized

કલ્યાણપુરના ધુમથર ગામે અકસ્માતે પાણીમાં ડૂબી જતા મહિલાનું અપમૃત્યુ

Published

on

તંત્રએ લાંબી જહેમત બાદ મૃતદેહને તળાવ બહાર કાઢયો: પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી

કલ્યાણપુર તાલુકાના ધુમથર ગામના વાડી વિસ્તારમાં રહેતા રૂૂપાબેન જેઠાભાઈ ભાદરવા નામના આશરે 55 વર્ષના ગઢવી મહિલા ગઈકાલે ગુરુવારે બપોરના આશરે બે વાગ્યાના સમયે ગામમાં આવેલા તળાવમાં ભેંસોને લઈને ગયા હતા. તેઓ તળાવના પાણીમાંથી ભેંસોને હાંકવા એક કાંઠેથી બીજા કાંઠે જઈ રહ્યા હતા, એ દરમિયાન તેમના પગ લપસી જતા તેઓ તળાવના ઊંડા પાણીમાં ખાબક્યા હતા.

જેથી સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતાં આ અંગે જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ સ્ટાફના નરેશભાઈ ધ્રાંગુ, મનસુખભાઈ મારુ, બ્રિજરાજસિંહ, જયપાલસિંહ, હરજુગભાઈ વિગેરે ફાયર ફાયટર સાથે આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ રૂૂપાબેનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.


આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવની નોંધ મૃતકના પતિ જેઠાભાઈ ખેરાજભાઈ ભાદરવાએ કલ્યાણપુર પોલીસમાં કરાવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version