ગુજરાત

અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવાર દંપતી ઉપર ટ્રક ફરી વળ્યો:બન્નેનાં મોત

Published

on

ઘીમીગતીએ ચાલતા સિક્સલેનના કામને કારણે સર્જાયો વધુ એક જીવલેણ અકસ્માત

તંત્રના પાપે બે સંતાનો માતા-પિતાવિહોણા બન્યા: સ્થળ ઉપરથી જ ટ્રકચાલક ઝડપાયો

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ઘીમીગતીએ ચાલતા સિક્સલેનના કામને કારણે વધુ એક અકસ્માત સર્જાયો કુવાડવા રોડ પોલીસ મથક નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા વેપારી અને તેના પત્નીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. પોલીસે સ્થળ પરથી જ ટ્રક ચાલકની અટકાયત કરી હતી. આ બનાવ થી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.


શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુવાડવા પોલીસ ચોકી પાસે બેકાબૂ ક્ધટેનરે બાઇકને ઠોકરે લેતા કોઠારિયા રોડ પર રહેતા વેપારી અને તેના પત્નીનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. કોઠારીયા રોડ પરના આહિર ચોક પાસેના શ્રધ્ધા પાર્ક-3, શેરી નં.5માં રહેતા અને ઘર નજીકનાં શ્યામ હોલ પાસે કૈલાશ સિલેકશન નામની દુકાન ધરાવતા લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ. 51) પત્ની ભાવનાબેન (ઉ.વ.50) સાથે પોતાના મોટરસાયકલ નંબર જીજે-03-કેએસ-7981 ઉપર રાજકોટથી પોતાના વતન રાજકોટ નજીકના ગુંદા ગામે માતાજીના દર્શન કરવા ગયા હતા જ્યાંથી પરત આવતા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત નડયો હતો.
કુવાડવા પોલીસ મથક નજીક જીજે 18 એઝેડ-1195 ટ્રકે તેમના જીજે-03-કેએસ-7981 મોટરસાયકલને અડફેટે લેતા લાલજીભાઇ અને તેના પત્ની બાઇક પરથી ફંગોળાયા હતા. જ્યારે બાઇક ટ્રકના વ્હીલના નીચે ઘુસી ગયું હતું.

બાઇક પરથી પટકાયેલા લાલજીભાઇને ડાબા પડખાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે તેના પત્ની ભાવનાબેનનું પેટ જ ફાટી ગયું હતું અને તેમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા હતા. બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. ત્યાંથી પસાર થયેલા એક પરિચિતને જાણ થતાં તેણે લાલજીભાઇના પરિવારને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બાઇક પરથી પટકાયેલા લાલજીભાઇ અને તેના પત્ની ભાવનાબેનનું સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયું હતું.બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી.પોલીસે અક્સ્માત સર્જનાર જીજે 18 એઝેડ-1195 નંબરના ટ્રકના ચાલક અમદાવાદના દેત્રોજના ગુંજાલા દરબારવાસમાં રહેતા પૃથ્વીરાજસિંહ સામંતસિંહ ઝાલા સ્થળ ઉપર પકડી લેવામાં આવ્યો હતો. મૃતક લાલજીભાઇ કોઠારિયા રોડ પર કૈલાસ સિલેકશન નામનો કપડાનો શો-રૂૂમ ચલાવતા હતા અને તે બે ભાઈ અને બે બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માતા-પિતાના એક સાથે મોત થી સંતાનો નોધારા બની ગયા હતા.

શ્રાવણ માસનો પ્રથમ દિવસ દંપતી માટે અંતિમ દિવસ બની ગયો

કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક કુવાડવા પોલીસ ચોકી પાસે બનેલા બનાવમાં ભોગ બનેલા કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા મૂળ રાજકોટના ગુંદા ગામના વતની લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી કોઠારિયા રોડ પર કૈલાસ સિલેકશન નામનો કપડાનો શો-રૂૂમ ચલાવતા હતા આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય તેમના વતન ગુંદા ગામે માતાજીના દર્શન પત્ની ભાવનાબેન સાથે ઘેર પરત આવતા હતા.અત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હોય પટેલ દંપતી માટે શ્રાવણ માસનો પ્રથમ દિવસ દંપતી માટે અંતિમદિવસ બની ગયો હતો.

અકસ્માત ઝોન તરીકે ઓળખાતા રોડ ઉપર અનેક વખત જીવલેણ અકસ્માત સર્જાયા છે

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર જ્યા બનાવ બન્યો અને દંપતીનો ભોગ લેવાયો તે વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. કારણ કે આ વિસ્તારમાં અનેક અકસ્માતો સર્જાયા છે. આ વિસ્તારની આસપાસ રહેતા ગ્રામજનો અને મેંગોમાર્કેટ આસપાસના વેપારીઓએ અનેક વખત તંત્રને સિક્સલેનના કામને કારણે પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી હતી. સ્ટ્રીટલાઇટ ન હોવાથી રાત્રે અકસ્માતના બનાવો બને છે તેમજ નજીક મેંગો માર્કેટ છે. ત્યાંથી વેપારીઓ અને ગ્રાહકોના વાહનો તેમજ રીક્ષા અને ભારે વાહનો રોંગસાઈડમાં ધસી આવે છે. આ અકસ્માત સ્થળ નજીક જ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છતાં અકસ્માત સર્જાતા રહે છે. આ બાબતે સ્ટ્રીટલાઇટ નાખવા અને સર્કલ નાનું બનાવવા રજૂઆત કરી હતી છતાં તંત્ર ધ્યાને નહી લેતા વધુ કે જીવલેણ અકસ્માત સર્જાયો અને બે સંતાનો માતા-પિતા વિહોણા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version