Site icon Gujarat Mirror

સલાયાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જામ્યો ત્રિપાંખિયો જંગ

હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રવિવારે યોજાવાની છે. જેમાં સલાયા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 ની એક બેઠકના ઉમેદવારનું મૃત્યુ થતા આ ખાલી પડેલ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં કુલ ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી હનીફભાઇ હારુનભાઇ ગંઢાર, આમ આદમી પાર્ટીમાંથી ગુલામ અબ્દુલા કારા અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈતિહાદુલ મુસ્લિમિન પાર્ટી માંથી મેરાજ સમીનભાઈ ભાયા એ ઉમેદવારી કરી છે.

આમ આ સલાયા નગરપાલિકામાં પેટા ચૂંટણીમાં એક બેઠક માટે ત્રણ પાર્ટીઓએ ઉમેદવારી નોંધાવી હોય આ બેઠક રસપ્રદ બની છે. રવિવારે મતદારોનો શું મિજાજ છે એ મતગણતરીના દિવસે જ બહાર આવશે. હાલતો ત્રણેય પાર્ટીના ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 3ની આ બેઠકમાં 3 મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. જેમાં કુલ 3015 મતદારો નોંધાયેલા છે. જેમાં 1536 પુરુષ મતદારો નોંધાયેલ છે. અને 1479 સ્ત્રી મતદારો નોંધાયેલ છે જે પોતાનો મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.તંત્ર દ્વારા આ ત્રણેય મતદાન મથકો માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. સલાયા મરીન પોલીસ પણ શાંતિ પૂર્વક મતદાન થાય એ માટે કડક પગલાં ભરી રહી છે.

Exit mobile version