રિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે…


જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.


આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સુરેશ જશવંતભાઈ માવલાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ કે એન જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ ના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ કરી હતી.


મૃતક યુવાન દારૂૂ પીવાની ટેવ વાળો હતો, જ્યારે પોતાના મિત્ર પાસેથી હાથ ઊંછીના પૈસા પણ લીધા હતા હાલ તેનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.