રેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયું

રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અરફાત અલ્તાફ નાગવદરીયા પોતાના પરિવાર સાથે…

રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અરફાત અલ્તાફ નાગવદરીયા પોતાના પરિવાર સાથે વતન ઉપલેટા જવા માટે કવિગુરુ એક્સપ્રેસ (ટ્રેન નં. 12950) ના એસ-3 કોચમાં સવાર થઈને મુસાફરી કરી રહ્યા હતા. પરિવારના સભ્યો ટ્રેનમાં ઊંઘમાં હતા તે દરમિયાન આ ચોરીની ઘટના અજાણ્યા શખ્સ દ્વારા અંજામ આપવામાં આવી હતી.
તારીખ 05 ઓગસ્ટ 2026 ના રોજ વહેલી સવારે આશરે 06:10 વાગ્યાની આસપાસ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર આવી પહોંચી હતી. તે સમયે અરફાતભાઈના માતા દિલસાદબેન પોતાના માથા નીચે ગ્રીન રંગનું લેડીઝ પર્સ મૂકીને સૂઈ રહ્યા હતા.

ટ્રેન રોકાવાની પળ કે ઊંઘનો લાભ લઈને કોઈ અજાણ્યો ચોર ઇસમ માથા નીચે રાખેલું આ પર્સ અચાનક આંચકીને કે ઝુંટવીને નાસી છૂટ્યો હતો. અચાનક આંખ ખુલતા પરિવારને આ ઘટનાની જાણ થઈ હતી.આ ચોરીમાં કુલ અંદાજિત કિંમત રૂૂ. 98,699 નો મુદ્દામાલ ચોરાયો છે, જેમાં સોનાની સાંકળી સાથેનું 18 ગ્રામ વજનનું પેન્ડલ (કિંમત અંદાજે રૂૂ. 43,200), સોનાની બે બુટી, વજન 15 ગ્રામ (કિંમત અંદાજે રૂૂ. 36,000), સેમસંગ અને રેડમી કંપનીના બે મોબાઈલ ફોન (કિંમત અંદાજે રૂૂ. 11,999), રોકડા રૂૂપિયા 7,000 તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો સામેલ છે.આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.