રેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી

રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે રૂૂખડિયા પરાના નામચીન શખ્સે માથાકૂટ કરી ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કર્યાની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રેલ્વે સ્ટેશન…

રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે રૂૂખડિયા પરાના નામચીન શખ્સે માથાકૂટ કરી ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કર્યાની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રેલ્વે સ્ટેશન ઉપર ચેકિંગ વખતે શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા લુખ્ખાને અટકાવી પુછપરછ કરતા આ મામલો બન્યો હતો. મળતી વિગતો મુજબ રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ ફતેસિંહની ફરિયાદને આધારે રૂૂખડિયા પરાના નામચીન આરીફ ઉર્ફે માલીશ બસીરભાઈ બ્લોચ (ઉ.વ.33) સામે ફરજમાં રૂૂકાવટનો ગુનો નોંધાયો હતો. રેલવે પોલીસે યોગીરાજસિંહની ફરિયાદ પરથી આરીફ ઉર્ફે માલીશની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. યોગીરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી રેલવે પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ડ્યુટીની ફરજ બજાવે છે.

શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને તે આજે સવારે આઠથી રાતના આઠ સુધી રેલવે સ્ટેશન પર અન્ય સ્ટાફ સાથે સર્વેલન્સ ડયુટી પર હતા. આશરે પોણા આઠેક વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન પર 1/બી ઉપર અનાજ ગોડાઉનનાં પ્રવેશ દ્વાર સામે તે પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ જોવામાં આવતા તેને તમારે ટ્રેન મુસાફરી કરવાની છે તેમ પુછતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાનું નામ આરીફ ઉર્ફે માલીશ હોવાનું કહીં તેની સાથે ઉગ્રતાથી અપશબ્દ બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે ધમકી આપી ફરજમાં રુકાવટ કરી હતી. તેણે સાથેના અન્ય પોલીસ કર્મચારીઓને વાત કરતા સ્ટાફે તેને અટકાવી દીધો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આરીફ સામે રાજકોટ શહેર અને રેલવે પોલીસમાં એનક ગુના નોંધાયા છે.