Site icon Gujarat Mirror

પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો

જસદણના દેવપરા ગામે રહેતા જેરામભાઈ વલ્લભભાઈ સદાદિયાની હત્યામાં સંડોવાયેલા તેની પત્નીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખેતીવાડીની સાથે સાથે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જેરામના લગ્ન જસદણના ગોડલાધાર ગામે 10 વર્ષ પહેલા સુરતી સાથે થયા હતા. તેમણે સંતાનમાં એક સાત વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો એક પુત્ર છે. મૂળ જસદણ તાલુકાના બરવાળા ગામનો અને હાલ જસદણના પોલારપર રોડ પર રહેતો ભાવેશ ધીરુભાઈ કુકડીયા રસોઈ બનાવવાનું કામ કરતો હોય જેમની સાથે સુરતી જતી હતી અને ઘણા વર્ષોથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

પ્રેમમાં પાગલ સુરતી ને તેનો પતિ ગમતો ન હતો, તે માત્ર ભાવેશ કુકડીયા સાથે રહેવા માગતી હતી. સુરતી પાંચ માસ પૂર્વે રિસામણે ચાલી ગઈ હતી ત્યારબાદ તે થોડો સમય ભાવે સાથે રહેતી હતી અને અષાઢી બીજ પૂર્વે જ ભાવેશ તેને પોતાની સાથે લાવ્યો હતો અને સુરતી પ્રેમી ભાવેશને છોડીને પતિ જેરામ સાથે રહેવા ચાલી ગઈ હતી જેથી પ્રેમિકાને પામવામાં તેનો પતિ આડી ખીલી રૂૂપ હતો.

જેથી ભાવેશે ષડયંત્ર રચી ખુનીખેલ ખેલ્યો હતો.જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ સિધ્ધરાજસિંહ ગોહિલ અને તેમની ટીમને ગણતરીના કલાકોમાં અત્યારે ભાવેશ કુકડીયાા ની ધરપકડ કરી હતી. પ્રેમમાં પાગલ ભાવેેશેે પ્રેમિકાના નાના બાળકો સામે પણ ન જોયું અને પરિવારનો માળો વિખેરી નાખ્યો, આ ઘટનામાં મૃતક ની પત્ની નો શું રોલ છે તે બાબતે પણ પોલીસે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી બન્નેે એકબીજા ના પ્રેમમાં પાગલ હતા. પ્રેમીને પામવા માટે પ્રેમિકા પણ ગાંડી તુર બની હતી.

Exit mobile version