Site icon Gujarat Mirror

જેતપુરની સગીરા ઉપર રાજકોટમાં વિધર્મી શખ્સે દુષ્કર્મ ગુજાર્યું

જંગલેશ્ર્વરના વિધર્મી શખ્સે ઝનાના હોસ્પિટલેથી અપહરણ કરી હવસનો શિકાર બનાવી

રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા વિધર્મી શખ્સે જેતપુરમાં રહેતી 16 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી પ્રેમજાળમાં ફસાવી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ માનેલાભાઈની પુત્રીની સારસંભાળ કરવા માટે આવેલી જેતપુરની 16 વર્ષની સગીરાનું સ્કુટરમાં અપહરણ કરી જઈ દુષ્કર્મ ગુજારતા આ મામલે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે વિધર્મી શખ્સની ધરપકડ કરી છે.

આ મામલે જેતપુરની ભોગ બનનાર સગીરાના પરિવરે નોંધાવેલી ફરિયાદમાં રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતા ઈમરાન અસગરભાઈ કાદરી (ઉ.વ.રર)નું નામ આપ્યું છે. 16 વર્ષીય સગીરાને ઈમરાને અવાર-નવાર દૂષ્કર્મ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેતપુરમાં રહેતી ભોગ બનનાર 16 વર્ષીય સગીરાનો બે માસ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે આરોપી ઈમરાન સાથે પરિચય થયો હતો.

ત્યાર બાદ બને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. થોડા દિવસો પહેલા તરુણીના વિસ્તારમાં રહેતા તેના માનેલા ભાઈની આઠ માસની પુત્રી બીમાર પડતા તેને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જયાં બાળકીની સારસંભાળ માટે તેના ભાભી રોકાયા હતા. જેથી ભાભીની મદદ માટે ભોગ બનનાર તરૂૂણી પણ રાજકોટ આવી હતી. સગીરા રાજકોટ આવ્યાની જાણ આરોપી ઇમરાનને થતા રાજકોટની ઝનાના હોસ્પિટલ પાસેથી સગીરાને સ્કુટરમાં અપહરણ કરી જંગલેશ્વર વિસ્તારમાં લઈ ગયો હતો. જયાં તરૂૂણીને હવસનો શિકાર બનાવી બાદમાં પરત તેને હોસ્પિટલે મુકી જતો રહ્યો હતો.

આવી રીતે આરોપીએ તરૂૂણીને અવાર-નવાર હવસનો શિકાર બનાવી હતી. બીજી તરફ તરૂૂણી ઘરે ગયા બાદ તે આરોપી સાથે ફોનમાં વાત કરતી હોવાથી તેની માતાને જાણ થઈ હતી. તેણે તરુણીની પુછપરછ કરતાં સમગ્ર હકીકત જણાવ્યા બાદ અંતે ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઈ બોરીસાગર સહિતના સ્ટાફે આરોપી ઈમરાન કાદરીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version