Site icon Gujarat Mirror

બાલાજી હોલ પાસે પ્રજાપતિ સોસાયટીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

કારણ અંગે પોલીસે તપાસ યથાવત રાખી: રંગ ઉપવન સોસાયટીની મહિલાનું ગંભીર બિમારીથી મોત

રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાસે રહેતા પરેશભાઇ વ્રજલાલભાઇ વસાણી (પ્રજાપતિ ) (ઉ.વ. 38 ) નામનાં યુવાને પોતાનાં ઘરે રાત્રીનાં સમયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પત્ની જયારે નોકરી પરથી આવી ત્યારે પતિ લટકાતો હોવાની જાણ થતા તેમણે બુમાબુમ કરી મુકી હતી . અને ત્યારબાદ તેમણે સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાતા ફરજ પરનાં ડો. કવિતા કોટકે પરેશભાઇને મૃત જાહેર કર્યા હતા. પરેશભાઇ બે ભાઇ બે બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા એક દીકરી છે.

તેઓ ફર્નીચર કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. પરેશભાઇએ કયા કારણોસર પગલુ ભર્યુ તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. જયારે બીજી ઘટનામા રૈયા રોડ પર રંગ ઉપવન સોસાયટીમા રહેતા બાબલીબેન રાજુભાઇ પ્રજાપતિ (ઉ.વ. 43 ) ગઇકાલે કેન્સરની બીમારી સબબ બેભાન થઇ જતા તેઓને સિવીલ હોસ્પીટલનાં ઇમરજન્સી વોર્ડમા ખસેડવામા આવતા ફરજ પરના ડો. દેવાંશી તારપરાએ તેઓને મૃત જાહેર કર્યા હતા. બાબલીબેનનાં પતિ રાજુભાઇ પાણીપુરી વેચે છે અને તેઓ મુળ મધ્ય પ્રદેશનાં હતા. તેમજ તેમને સંતાનમા બે દીકરા એક દીકરી છે. અને આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકનાં હેડ કોન્સ રવીભાઇ વાસદેવાણીએ કાગળો કર્યા હતા.

Exit mobile version