જે.કે. રેસીડેન્સીમાં સગીરાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરમાં આજી ડેમ ચોકડી પાસે જે.કે. રસીડેન્સીમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…

શહેરમાં આજી ડેમ ચોકડી પાસે જે.કે. રસીડેન્સીમાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઓરિસ્સાની વતની હાલ આજી ડેમ ચોકડી પાસે જે.કે. રસીડેન્સી શેરી નં.1માં રહેતી જયોતીરેખા રતિકાંતભાઈ ભુયાન નામની 16 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રામપર બેટી ગામમાં રહેતા વિશ્વ દિનેશભાઈ ભલગામડીયા (ઉ.વ.18)એ ગઈકાલે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. દુકાને નહીં આવતા તેના પિતા ઘરે આવતા તેને લટકતી હાલતમાં જોતા સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જયાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાને માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.