Site icon Gujarat Mirror

મેટોડામાં ખાણીપીણીની લારી સાથે ગાંજો વેચતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

મેટોડામાં ગ્રામ્ય એસઓજીએ 27 હજારના ગાંજા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પ્રાથમિક તપાસમાં તે છુટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું અને આ જથ્થો મેટોડામાં રહેતા શખ્સ પાસેથી લીધાની કબુલાત આપી હતી.
રાજકોટ જીલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા ઈસમો વિરૂૂધ્ધ કાર્યવાહી કરવાની સુચના અન્વયે મેટોડા પોલીસ મથકના પીઆઈ એસ.એસ.શર્મા તથા રૂૂરલ એસઓજીના પીએસઆઈ બી.સી.મિયાત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક શખસ બાઈકમાં ગાંજાનો જથ્થો લઈ પસાર થવાનો હોવાની બાતમી આધારે ટીમે વોચ ગોઠવી હતી.

દરમ્યાન શંકાસ્પદ શખસ પસાર થતા તેને રોકાવી નામઠામ પુછતા પોતે મૂળ બિહારના દોલતપુરનો હાલ મેટોડાના અંજલી પાર્કમાં રહેતો પંકજકુમાર મદનકુમાર ગોંડ જણાવ્યું હતું. જેથી તેને ઝડતી લેતા ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેનું વજન કરતા 2.795 કિલોગ્રામ કિ.27,950 તેમજ બાઈક કિ.50 હજાર મળી કુલ 77,950 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલ શખસ બિહારના ભોજપુર જિલ્લાનો વતની છે. હાલ મેટોડામાં અંજલીપાર્ક ગેઇટ નં. 1ની અંદર રહે છે. મેટોડામાં જ ખાણીપીણીની લારી ધરાવે છે.

જેના ઓઠા નીચે તે ગાંજાનો વેપલો કરતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી છૂટક- છૂટક ગાંજાનો વેપલો કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં યુપીના ભોલાનું સપ્લાયર તરીકે નામ ખુલ્યું છે. ઝડપાયેલ શખસ છુટક પડીકી બનાવી વેચાણ કરતો હતો. અને આ જથ્થો મેટોડામાં રહેતા ભોલા નામના વ્યકિત પાસેથી લીધાની કબુલાત આપી હતી. પોલીસ સપ્લારની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version