Site icon Gujarat Mirror

ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયું

ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં થયાં છે. કોઈએ કીચડ ચોપડી દીધો હોવાના ફોટા વાઇરલ થયાં છે.

આજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કાર્યાલય ઉદ્ઘાટન કરે તે પહેલા બનાવ બન્યો હતો. આની પાછળ અસંતોષનો આંતરિક ડખ્ખો કારણ ભૂત છે ? કે અન્ય કોઈ ટીખળખોરોનું કારસ્તાન છે. તેની ચર્ચા ચોતરફ જાગી છે.

ધ્રોલ નગર પાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન છે. તે પહેલા રાત્રે કે વહેલી સવારે આ બનાવ બન્યો હોવાનું તારણ છે.

ચાર ઉમેદવાર છે પણ કીચડ ફક્ત સામાન્ય પુરુષ સીટ પર રહેલા ઉમેદવાર અને પૂર્વ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્લના પોસ્ટર ઉપર જ કીચડ ચોપડવામાં આવ્યું છે. પાર્ટીમાં આંતરિક ચર્ચા છે કે, ટિકિટ કપાતા કે કોઈ અસંતોષના કારણે કોઈએ આ કૃત્ય કર્યું છે. પણ કોઈ ટીખળખોર પણ હોય શકે છે.પાર્ટી સ્તરે હાલ આ ચર્ચાનો મુદ્દો બનેલ છે.

Exit mobile version