રાજકોટના લીલી સાજડિયાળીમાં ફરિયાદ પરત ખેંચવા ધમકી મળતા આધેડે વખ ઘોળ્યું

રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા આધેડ હાથ ઉછીના આપેલા 3 લાખની ચૂકવણી માટે ગામના જ વ્યકતીએ આપેલો ચેક રીર્ટન થયો હતો. જે ચેક રીર્ટનની ફરિયાદ…

રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા આધેડ હાથ ઉછીના આપેલા 3 લાખની ચૂકવણી માટે ગામના જ વ્યકતીએ આપેલો ચેક રીર્ટન થયો હતો. જે ચેક રીર્ટનની ફરિયાદ પરત ખેંચી લેવા મુદ્દે ધમકી મળ્યાના આક્ષેપ સાથે આધેડે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના લીલી સાજડીયાળી ગામે રહેતા પ્રવિણભાઇ મંગાભાઇ મકવાણા (ઉ.વ.50) બપોરના સમયે પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી.

આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પ્રવિણભાઇ મકવાણા ત્રણભાઇ બે બહેનમાં નાના છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પ્રવિણભાઇ મકવાણાએ તેમના જ ગામના હિતેષ રઘુભાઇ શીંગાળાને 3 વર્ષ પહેલા રૂા.3 લાખ ઉછીના આપ્યા હતા. જેની ચૂકવણી માટે હિતેષભાઇ શીંગાળાએ આપેલો ચેક પરત ફરતા પ્રવિણભાઇ મકવાણાએ ચેક રીર્ટનની ફરિયાદ દાખલ કરી હતી. જે ચેક રીર્ટનની ફરિયાદ પરત ખેંચી લેવા હિતેષભાઇ શીંગાળાએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પ્રવિણભાઇ મકવાણાએ ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ છે.