Site icon Gujarat Mirror

અમદાવાદમાં ભાડાના ફ્લેટમાં નશાનો વેપલો કરતો રાજકોટનો ‘સોદાગર’ ઝડપાયો

ગુજરાત મિરર, રાજકોટ,તા.17
અમદાવાદમાં બોપલ વિસ્તારમાં ભાડાના ફલેટમાં નશાનો વેપલો કરતાં રાજકોટના સોદાગરને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં દિલ્હી કનેકશન ખુલતાં પોલીસે ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ યુનિટની ટીમના પી.એ.આઈ. એમ.એન. આદરોજા અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ હસ્તકના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, બોપલ વિસ્તારના આરોહી વિવીઆના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં નિશાંત ભાનુભાઈ સોલંકી (ઉં.વ. 42) નામનો યુવક નશીલા પદાર્થનો વેચાણ કરતો હોવાની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ ટીમે દરોડો પાડ્યો ત્યારે તેને મળવા આવેલી મધ્યપ્રદેશના ગ્વાલિયરની પ્રિયા નામની યુવતી ત્યાં હાજર હતી.જેની કોઈ સંડોવણી જણાઈ નથી.
પોલીસે ફ્લેટમાં તપાસ કરતા એક કબાટમાંથી યુવકે પ્લાસ્ટિકનું બાસ્કેટ કાઢ્યું હતું. પ્લાસ્ટિકના બાસ્કેટમાંથી 8.88 ગ્રામ કોકેન, 102 ગ્રામ મેથએમ્ફેટેમાઈન ડ્રગ્સ, અને 46 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પડીકીઓ બનાવેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે. પોલીસે વધુમાં જણાવ્યુ કે, મૂળ રાજકોટનો નિવાસી અને ડિવોર્સ લીધેલો નિશાંત સોલંકી પરિવારથી છેલ્લા 3 મહિનાથી દૂર રહીને ત્રણ મહિના અગાઉ ફ્લેટ ભાડે રાખીને રાખીને નશાનો કારોબાર ચલાવતો હોવાનું જણાવ્યું છે.
યુવકે ફ્લેટ શૈલા ખાતે રહેતી મહિલા પાસેથી ભાડાકરાર કરીને રુ 33,000ના ભાડા પેટે લીધો હતો. યુવક પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી જેની પાસેથી ડ્રગ્સ મેળવતો તેવા સાન્દ્રા, રીક,અને ઘોસ્ટ નામના ત્રણેય શખ્સો તેમજ દારૂૂ જેની પાસેથી મેળવ્યો તેવા મેમ્કોના રહીશ અજય પટેલની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version