Site icon Gujarat Mirror

ધો.10ની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ધો.12ના વિદ્યાર્થીએ આચર્યુ દુષ્કર્મ

ગભરાયેલી રહેતી સગીરાની પૂછપરછ કરતા ઘટનાની હકીકત સામે આવી

 

ગુજરાત મિરર, રાજકોટ,તા.17
રાજકોટના હરિધવા મેઈન રોડ વિસ્તારમાં રહેતી અને ધોરણ-10ની પરીક્ષા આપી ચૂકેલી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ધોરણ-12માં ભણતા શખ્સે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી વાવડી ખાતે તેના ભાભીના ઘરે લઈ જઈ પાશવી કૃત્ય આચર્યું હતું. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ શરૂૂ કરી છે.
ફરિયાદની વિગત મુજબ, ભોગ બનનાર સગીરા હરી ઘવા રોડ પર આવેલ ક્લાસીસમાં ધોરણ-10ની તૈયારી માટે જતી હતી. અહીં જ આરોપી ધોરણ-12માં અભ્યાસ કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. જાન્યુઆરી-2026થી ગત તા.04/04/2026 દરમિયાન આરોપીએ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી.
ગત 4 એપ્રિલના રોજ બપોરે દોઢ વાગ્યે સગીરા અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરી, પરંતુ તે મળી આવી નહોતી. જોકે સાંજે સાડા પાંચ વાગ્યે તે ઘરે પરત ફરી ત્યારે ભારે ગભરાયેલી અને ગુમસૂમ હાલતમાં હતી. પરિવારના સભ્યોએ તેને સતત પૂછપરછ કરતા અંતે તેણે આરોપીની હેવાનિયત વિશે કેફિયત વર્ણવી હતી.
ભાભીના ઘરે ગુજાર્યું દુષ્કર્મ સગીરાએ જણાવ્યું કે, વંશ તેને બાઈક પર બેસાડી વાવડીમાં રહેતા તેના ભાભીના ઘરે લઈ ગયો હતો. ત્યાં રૂૂમમાં તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ ત્રણ-ચાર વખત આરોપી તેને ત્યાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. એક વખત આરોપી સગીરાને હોટેલમાં જમવા પણ લઈ ગયો હતો.

Exit mobile version