માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો

શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ…

શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ શરૂૂ કરી છે. રોકડ અને મોબાઈલ સહીત રૂૂ.62 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક શેરી નં.01માં રહેતા કૌશારભાઈ જમાલભાઈ નાગોરી ગઇ તારીખ.-03/05/2026 ના રોજ રાત્રીના નવ વાગ્યે અમરેલી થી સોમનાથ ટ્રાવેલ્સમાં બેસી રાજકોટ આવ્યા બાદ ઘરે આવવા માટે નિકળેલ હતો ત્યારે જુના માર્કેટીંગ યાર્ડ તરફથી આવતા સર્વિસ રોડ ઉપર તુર્કીબાપુની દરગાહ પાસે રાત્રીના આશરે બારેક વાગ્યે પહોંચેલ હતો ત્યારે સામેથી એક મોટરસાઈકલ આવેલ જે માં ત્રણ સવાર હતા અને મોઢે બુકાની ધારીએ રસ્તામાં રોકી છરી કાઢી રોકડા રૂૂ.4300 અને મોબાઈલ સહીત રૂૂ.28ની લુંટ ચલાવી નાસી ગયા હતા. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ ગુનામાં ક્રાઈમ બ્રાંચની ટીમને મળેલી ખાનગી હકીકતના આધારે હોસ્પિટલ ચોક જુની કોર્ટ બિલ્ડીંગ પાસેથી આ ત્રિપુટીનો એક સાગ્રીત ઝડપાઈ ગયો હતો. પકડાયેલ આરોપી વિશાલ રવજીભાઇ બાબુભાઇ ચારોલા હોવાનું ખુલ્યું હતું તેમજ આ લુંટમાં તેની સાથે અમરેલીનો અજય ઉર્ફે કાળુ કાજાભાઈ ચારોલીયા અને એક સગીર આરોપી પણ સામેલ હોવાનું ખુલ્યું હતું તે બન્નેની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે. પકડાયેલ વિશાલ પાસેથી રોકડ અને મોબાઈલ સહીત રૂૂ.62 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર , સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહીલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા સાથે એ.એસ.આઈ. અશોક કલાલ, વિજયરાજસિંહ જાડેજા, સમીરભાઈ શેખ , જયદેવસિંહ પરમાર, રાજેશભાઇ જળુ, ક્રુષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, દિપકભાઇ ચૌહાણ સુભાષભાઈ ધોધારી, સંજયભાઇ રૂૂપાપરા, દિપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, ધારાભાઇ વાનરીયા, જયરાજસિંહ કોટીલા, જીલુભાઇ ગરચર, સંજયભાઇ ખાખરીયા, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઈ અલગોતરે કામગીરી કરી હતી.