Site icon Gujarat Mirror

માથાકૂટ ચાલતી હોવાથી ભવાનીનગરનો શખ્સ ત્રણ મહિનાથી હથિયાર સાથે રાખતો’તો

શહેર એસોજીની ટીમે ગેરકાયદેસર હથિયાર અને કારટીસ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. રાજકોટ શહેર વિસ્તારમાં ઇદ તથા ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પાક્કી માહિતી પરથી આ કામગીરી થઈ હતી.

ગેરકાયદેસર હથીયાર ધરાવતા શખ્સો વિરૂૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ ટીમ ખાસ બંદોબસ્તમાં હતી હેડકોન્સ અમિતકુમાર ટુંડિયા તથા કોન્સ. કિશોરભાઇ ઘુઘલની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેરના 80 ફુટ રોડ સત્યમ પાર્કની પાછળના ભાગે આજી નદીના કાઠે અવાવરૂૂ જગ્યા ખાતેથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-01 તથા જીવતા કારતુસ નંગ-04 સાથે કેતન રમેશભાઇ ગોહેલ (ઉ.વ-35 ધંધો-છુટક મજુરી રહે-ભવાનીનગર મે રોડ આજી નદી કાઠે રામનાથપરા)ને પકડી લીધો છે. આરોપી કેતનેએ ત્રણેક માસ પુર્વે ભવાની નગરમાંથી છરી સાથે પકડાયેલા શખસને તેના વિસ્તારમાં અન્ય લોકો સાથે માથાકુટ ચાલતી હોય ત્રણેક માસથી હથીયાર સાથે રાખતો હોવાનુ રટણ કરતા પોલીસે આ હથીયાર ક્યાથી લાવ્યો?

સહીતની પુછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સૂચના અંતર્ગત એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.ઘાસુરા, અમિતકુમાર ટુંડીયા, કિશોરભાઇ ઘુઘલ,ભાગ્યશ્રીબા અને રવિરાજભાઈ ધગલે આ કાર્યવાહી કરી હતી.આ શખ્સ અગાઉ બી ડિવિઝન પોલીસમાં એક ગુનામાં પકડાયો હતો.

Exit mobile version