ગુજરાત
મેઘપર ગામે શ્રમિક યુવાનને વીજઆંચકો લાગતાં મોત
ગેરકાયદે વીજ પ્રવાહ રાખનાર માલિક અને શ્રમિક સામે ગુનો નોંધાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક વાડીના શેઢે શ્રમિક યુવાનને વિજ આંચકો લાગ્યો હતો, અને મૃત્યુ નીપજ્યું હતું. જે વાડીના શેઢે ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ રાખી દેનાર વાડી માલિક અને તેના શ્રમિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતો લલનકુમાર છુટન શર્મા (ઉંમર વર્ષ 48) કે જેનું વીજ આંચકો લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.
મેઘપર ગામના ખેડૂત જોરુભા હમીરજી જાડેજા કે જેણે પોતાની વાડીના સેઢા પર ગેરકાયદા વિજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જેમાં તેના શ્રમિક મુકેશ નબુભાઈ પચાયાએ પણ મદદગારી કરી હતી. જેથી વાડીમાલીક અને તેના શ્રમિક મુકેશ બંને સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.