Site icon Gujarat Mirror

ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો વિધર્મી 14 વર્ષની સગીરાનું અપહરણ કરી ભાગી ગયો

રૈયાધાર વિસ્તારમાંથી ઈન્સ્ટાગ્રામ સંપર્કમાં આવેલ શખ્સ 14 વર્ષની સગીરાનું અપહરણ કરી શખ્સ નાસી છૂટતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સગીરાનું અપહરણ કરી મિત્રની ઓફિસે લઈ ગયો હતો.આ ઘટનામાં પોલીસે સગીરાને મુક્ત કરાવી અને મોડી રાતે આરોપીને પણ દબોચી લીધો હતો.બનાવની વધુ વિગતો મુજબ, રૈયાધાર વિસ્તારમાં રહેતાં 42 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તૌકિર રહેમાન ભાડુલા (રહે. રાજકોટ) નું નામ આપતાં યુની. પોલીસે અપહરણ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓના સંતાનમાં 14 વર્ષની સગીર દિકરી છે. જે ગઈકાલે સવારે ઘરે હતી જે બાદ તેણી 10 વાગ્યાથી ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.જે બપોરના ત્રણ વાગ્યા સુધી ઘરે ન પહોંચતા પરીવારે તેની શોધખોળ આદરી હતી અને તુરંત યુની. પોલીસ મથકે પહોંચી બનાવ અંગે જાણ કરી હતી. જે બાદ પીઆઈ એચ.એન.પટેલ અને ટીમે તપાસ આદરી સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલું કરી સગીરાની શોધખોળ આદરી હતી.

દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ આરોપી તૌકિરના બહેન-બનેવીની સગીરાના પરીવાર પર ફોન આવ્યો હતો કે, તમારી પુત્રી અમારા ઘરે છે, તેણીને તમે લઈ જાવ, જે બાદ પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી અને સગીરાનો કબ્જો લીધો હતો. જ્યારે આરોપી ફરાર થઇ ગયો હતો. જે બાદ સગીરાને પોલીસ મથકે લઈ જઈ પૂછતાછ આદરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સગીરા અને આરોપી ચાર મહિના પહેલાં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યાં હતાં. જે બાદ બંને વાતચીત કરતાં હતાં. દરમિયાન ગઈકાલે આરોપી સગીરાને ભગાડી જઈ તેમના મિત્રની ઓફિસે લઈ ગયો હતો અને અડપલાં કર્યાનું પ્રાથમિક સામે આવ્યું છે. જે બાદ પોલીસે મોડી રાતે જ આરોપી તૌકિરની ધરપકડ કરી હતી. હાલ એસસીએસટી સેલ એસીપી ચિંતન પટેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version