Site icon Gujarat Mirror

લીમડા ચોક નજીક વીજશોક લાગતા શ્રમિક લીફટના ખાડામાં ખાબકયો, સારવારમાં મોત

રાજકોટની પીડિયું સિવીલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. વીજ શોક લાગતા દાખલ કરેલ દર્દીનું એક કલાકમાં મૃત્યુ નિપજ્યું હોવા છતાં તબીબે સાડા પાંચેક કલાક સુધી મૃત્યુ જાહેર ન કરી મૃતકના સગ્ગાને રઝળાવ્યા હતા.

વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ ઉપર આવેલા નંદા હોલ પાસે રહેતા સૂરેશ રામકિશોર નિશાદ (ઉ.વ.41) નામનો યુવક સાડા છએક વાગ્યા આસપાસ રિલાયન્સ પમ્પની સામેની શેરીમાં આવેલા મકાનમાં લીફ્ટનું કામ કરતો હતો ત્યારે વીજ શોક લાગતા બીજા માળેથી લિફ્ટના ખાનામાં પડી ગયો હતો.ત્યારબાદ તેમને ઘવાયેલી હાલતમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવના પગલે પ્ર.નગર પોલીસનો સ્ટાફ દોડી જઈ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.બાદ સાડા સાતેક કલાકે તબીબે હોસ્પિટલ ચોકીના ચોપડે ડામા જાહેર કરાવ્યું હતું.

પરંતુ ત્યારે તો દર્દી મૃત્યુ પામ્યો હોવા છતાં તબીબે પાંચેક કલાક સુધી મરણ જાહેર ન કરી મૃતકના પરિવારને રઝડાવ્યા હતા તેમજ દર્દીની ફાઈલમાં કોણ સહી કરી ગયું તે તેના સગ્ગા પણ અજાણ છે. તેમજ પોલીસના રેકર્ડ પર મૃત્યુની જાણ કરી ન હતી.હાલ આ મામલે મૃતકના પરિવારે ફરીવાર નવી પ્રોસીઝર કરી હોવાનું તેના ભાઈ કાન્તા નિશાદે જણાવ્યું હતું.આ મામલે પ્ર. નગરના પીએસઆઇ જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.મૃતકને બે દીકરા એક દીકરી છે અને પોતે ચાર ભાઈ બે બહેનમાં મોટો હતો.

Exit mobile version