Site icon Gujarat Mirror

અમીન માર્ગ પર રીઢો તસ્કર જે દુકાનમાં નોકરી પર રહ્યો ત્યાંથી 1.31 લાખના મોબાઇલ ચોર્યા

રાજકોટ શહેરમા લોકોના મોબાઇલ ચોરી લેતા રીઢા તસ્કર વિરૂધ્ધ તાજેતરમા યુનિવર્સિટી પોલીસમા બે થી 3 ફરીયાદ નોંધવામા આવી હતી. આ શખ્સે અમીન માર્ગ પર જયા દુકાન પર કામે રહયો ત્યાથી રૂ. 1.31 લાખના 4 મોબાઇલ ચોરી લીધાનુ જાણવા મળતા દુકાન સંચાલકે માલવીયા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા તસ્કરને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ કોઠારીયા રોડ ગ્રીન પાર્કમા રહેતા નીલભાઇ મહેશભાઇ તન્નાએ પોતાની ફરીયાદમા યુનિવર્સિટી રોડ પુસ્કરધામ એપાર્ટમેન્ટમા રહેતા મીત પ્રતિકભાઇ શુકલ વિરુધ્ધ પોલીસમા ચોરી અંગેની ફરીયાદ નોંધાવી છે. નીલભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તે અમીન માર્ગ પર નીલ્સ મોબાઇલ નામની દુકાન ધરાવે છે અને ત્યા દુકાનમા મીત એક મહીના માટે નોકરી પર રહયો હતો. દુકાનની ચાવી તેમને આપી દીધી હતી ત્યારબાદ ગઇકાલે 16-12 ના રોજ નીલભાઇએ પોતાની દુકાનમા હતા ત્યારે દુકાનમાથી 4 મોબાઇલ ગાયબ હતા. જેથી દુકાનમા લગાડેલા કેમેરા તપાસ કરતા તા. 15-12 ના રોજ મીત રાત્રીના 11 વાગ્યે 4 અલગ અલગ મોબાઇલ જેની કુલ કી. રૂ. 1.31 લાખ થાય તે ચોરી કરી લઇ જતો નજરે પડયો હતો.

ત્યારબાદ તેમનો કોન્ટેકટ કરતા તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોય જેથી તેમના ઘરે જઇ તપાસ કરતા તેમના માતાએ જણાવ્યુ કે મીત તમને ચારેય ફોન પરત આપી દેશે. પરંતુ મીતે મોબાઇલ પરત ન આપતા અંતે માલવીયાનગર પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ કોઠીયા તપાસ ચલાવી રહયા છે.

Exit mobile version