શહેરની ભાગોળે મોરબી રોડ પર વેલનાથપરામાં મંદિર દર્શન કરવા જતાં 100 વર્ષીય વૃદ્ધાને કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર વેલનાથપરા પાસે ગણેશ પાર્કમાં રહેતા વજીબેન ગેલાભાઈ મકવાણા (ઉ.વ.100) નામના વૃદ્ધા આજે સવારે મહા શિવરાત્રી નિમિતે શિવ મંદિરે સાગર પાર્કમાં દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં આરએમસીની જગ્યા રોકાણ શાખાની ગાડીએ વૃદ્ધાને હડફેટે લેતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.