rajkot

ભાવિ પતિ સાથે ફરવા ગયેલી યુવતીને માતાએ માર મારતા ફિનાઈલ પી લીધું

Published

on

શાપર વેરાવળમાં આવેલા શિવનગરમાં રહેતી યુવતી ભાવિ ભરથાર સાથે ચોટીલા દર્શન કરવા ગઈ હતી જેથી તેણીની માતાએ તેણીને માર મારતા પી લીધું હતું. પિતાને ઘરેથી કાઢી મૂક્યા બાદ માતાને અન્ય પરપુરુષ સાથે આડા સંબંધ હોવાથી માતા ત્રાસ આપતી હોવાના આક્ષેપ સાથે યુવતી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા શિવનગરમાં રહેતી દિક્ષિતાબેન બીપીનભાઈ ચુડાસમા નામની 18 વર્ષની યુવતી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધું હતું યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં દિક્ષિતાબેન ચુડાસમાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તેણીની માતા આશાબેનને અન્ય પુરુષ સાથે આડા સંબંધ છે અને જેના કારણે તેના પિતા બીપીનભાઈ ચુડાસમાને છેલ્લા બે વર્ષથી ઘરેથી કાઢી મૂક્યા છે અને દિક્ષિતાની સિક્કા ખાતે રહેતા ફઈના દીકરા સાથે સગપણ થયું હતું અને દિક્ષિતા ગઈકાલે ભાવી પતિ સાથે ચોટીલા દર્શન કરવા ગઈ હતી ત્યારે તેણીની માતાએ ઝઘડો કરી માર માર્યો હતો. પરપુરુષ સાથેના આડા સંબંધથી ત્રાસ ગુજરાતી માતાના ત્રાસથી ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version