Site icon Gujarat Mirror

લાલપુરના મેઘપરની યુવતી એકાએક લાપતા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પ્રીતિબેન ધર્મેશભાઈ બેરડીયા નામની 20 વર્ષ ની અપરણીત યુવતી, કે જે ગત 24મી તારીખે પોતાની પિતરાઈ બહેન સુસ્મિતાબેન સાથે હોસ્પિટલે જવાનું કહીને ઘેરથી નીકળી હતી, ત્યારબાદ તેણી એકાએક લાપતા બની ગઈ છે.

સમગ્ર પરિવારજનો દ્વારા પ્રીતિબેનની અનેક સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંયથી તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો.

આખરે આ મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પ્રીતિબેનના પિતા ધર્મેશભાઈ બચુભાઈ બેરડીયા દ્વારા પોતાની પુત્રી એકાએક ગુમ થઈ ગઈ હોવાની ગુમનોંધ કરાવી છે, જેને મેઘપર પોલીસ ની ટીમ શોધી રહી છે.

Exit mobile version