ક્રાઇમ

ભાવનગરમાં ચોકીદારને બંધક બનાવી લૂંટનો પ્રયાસ કરનાર ગેંગ પકડાઇ

Published

on

બે શખ્સોને પકડી સઘન પૂછપરછ કરતા બીજા છ ના નામ ખૂલતાં આખી ટોળકીને એલસીબીએ દબોચી લીધી

ટોળકીના શખ્સો રીઢા ગુનેગાર, નવ મોબાઇલ કાર સહિત રૂા.6.20 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલ લૂંટના બનાવ માં સંડોવાયેલા આઠ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.આ બનાવ ની વિગત એવી છે કે ગઇ તા.20/6/2024ના રોજ રાત્રીના ઝઈં ટ્રેડર્સ પ્લોટ નં.ઋ-8,ઋ-9 માઢીયા રોડ, વિકટર રોલીંગ મીલ પાસે,ભાવનગરના ચોકીદારોના હાથ-પગ બાંધી દઇને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારોના મોબાઇલ ફોન લુંટી લઇને ટ્રક રજી.નંબર-ઇંછ-74-ઇ 8129 ડેલામાં લાવી ડેલામાં પડેલ કોપર વજન આશરે 1 ટન જેટલો ભરેલ. આ દરમિયાન ડેલા બહાર મજુર આવતાં લુંટ કરવા માટે આવેલ માણસો જેમનો તેમ ટ્રક મુકીને ભાગી ગયેલ. ત્યાર બાદ બંધક બનાવેલ ચોકીદારોને છોડાવવામાં આવેલ. જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લુંટ ના પ્રયાસ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.


આ ગુન્હાની તપાસ દરમિયાન એલ.સી.બી.સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમોની પુછપરછ કરવામાં આવેલ. આ ગુન્હાના કામે લુંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાયવર મળી આવેલ.જે ટ્રક ડ્રાયવરની પુછપરછ દરમિયાન આ ગુન્હાના કામે લુંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાયવર સલીમ સમી ખાન રહે.ટીગાંવ, મેવાત, હરિયાણાવાળાને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાયવરનો મોબાઇલ, રૂૂ.3,000/- તથા ટ્રકની લુંટ કરી ઉપરોકત ડેલામાં લુંટ કરેલ ટ્રક લઇને ગયેલ હોવાની હકિકત જણાય આવી હતી.
આ તપાસ દરમિયાન એલ.સી.બી. પોલીસને આ લુંટમાં સંડોવાયેલ બે ઇસમો અંગે માહિતી મળી આવતાં ગઇકાલે આરીફ ધોળીયા તથા યુસુફ ધોળીયા રહે.ભાવનગરવાળાની પુછપરછ કરતાં તેઓ તથા તેઓના મિત્રોએ મળી આ લુંટને અંજામ આપેલ હોવાની કબુલાત કરેલ.જેથી એલ.સી.બી. સ્ટાફ દ્વારા આ લુંટમાં સંડોવાયેલ અન્ય ઇસમોની ભાળ મેળવી તેઓની આ ગુન્હાના કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ.


આ બનાવમાં પોલીસે કુલ આઠ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં આશીફ યુસુફભાઇ ધોળીયા ઉ.વ.33 રહે.વકીલના ડેલા સામે, લીમડીવાળી સડક, રાણીકા, ભાવનગર,આરીફ યુસુફભાઇ ધોળીયા ઉ.વ.32 રહે.ઇબ્રાહીમ મસ્જીદ બાજુમાં, શિશુવિહાર સર્કલ પાસે, ભાવનગર,હનીફ યુસુફભાઇ ધોળીયા ઉ.વ.36 રહે.વકીલના ડેલા સામે, લીમડીવાળી સડક, રાણીકા, ભાવનગર,યુનુસભાઇ રહીમભાઇ ગલઢેરા ઉ.વ.37 રહે.વિરસિંગની ડેલી, વકીલના ડેલા સામે, લીમડીવાળી સડક, રાણીકા,ભાવનગર, યાસીન હારૂૂનભાઇ લાખાણી ઉ.વ.30 રહે. કે.જી.એન મસ્જીદ પાસે, સાંઢીયાવાડ, ભાવનગર,મીહીર ઉર્ફે બાડો મુકેશભાઇ ટાંક ઉ.વ.20 રહે.મેરૂૂ વિઠ્ઠલનો ડેલો, તાલુકા શાળા નં.06ની સામે,વડવા તલાવડી, ભાવનગર મુળ-ત્રણ માળીયા ભાડેથી,વિઠ્ઠલવાડી,ભાવનગર,સમીર મુકેશભાઇ ટાંક ઉ.વ.18 રહે. મેરૂૂ વિઠ્ઠલનો ડેલો, તાલુકા શાળા નં.06ની સામે,વડવા તલાવડી, ભાવનગર મુળ-ત્રણ માળીયા ભાડેથી,વિઠ્ઠલવાડી,ભાવનગર તથાઇમરાન અહેમદભાઇ મહેતર ઉ.વ.34 રહે.14 નાળા,મફતનગર, લંબે હનુમાન સામે, ઘોઘા જકાતનાકા, ભાવનગર નો સમાવેશ થાય છે.
પોલીસે આ શખ્સો પાસેથી મોબાઇલ નંગ-9 કિ.રૂૂ.1,20,500/-, ભુરા કલરની મારૂૂતિ કંપનીની સ્વીફટ કાર કિ.રૂૂ.5,00,000/-, આર.સી.બુક તથા પહોંચ મળી કુલ રૂૂ.6,20,500/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.

રેકી કરી ગુનાને આપતા અંજામ

આ ગુન્હાના આરોપી મિહીરે અમીનભાઇના ડેલામાં કોપર પડેલ હોવાની હનિફને જાણ કરેલ.ત્યાર પછી આ તમામ આરોપીઓએ ભેગાં મળીને ગુન્હાહિત કાવતરૂૂં રચી, ટ્રક ભાડે લેવાના બહાને ડ્રાયવરનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રૂૂ.3,000/-, મોબાઇલ ફોન તથા ટ્રકની લુંટ કરી તે ટ્રકનો ડેલામાંથી કોપર લુંટવા માટે ઉપયોગ કરી ચોકીદારોને બાંધવા માટે દોરડા, પ્લાસ્ટીક લોક, માસ્ક વિગેરે લઇને લુંટને અંજામ આપેલ.


આરોપીઓને ઝડપી લેવાની કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. પી.બી.જેબલીયા તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, બાબાભાઇ હરકટ સંજયભાઇ ચુડાસમા, લગ્ધીરસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર, અનિલભાઇ સોલંકી, એજાજખાન પઠાણ, હરિચંદ્દસિંહ દિલુભા તથા નેત્રમ કંટ્રોલ નો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version