Site icon Gujarat Mirror

નાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !

કબૂતરની ચણ નાખવાનો વ્યવસાય કરતા લગ્ગ્નવાંચ્છુક યુવકને દલાલ ટોળકી ભટકાઈ ગઈ

નાગપુર રહેતા યુવતિનો પતિ અને પરિવાર રાજકોટ આવતા હકીકત જાણવા મળી : પોલીસે ગુનો નોંધ્યો

રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની બાજુમા શાંતીનીકેતન રેસીડેન્સી પાસે રૈયા રોડ શ્રીનાથજી ડુપ્લેક્સ બ્લોક નંબર 4 માં રહેતા ભાવિક પંકજભાઈ ત્રિવેદી(ઉ.31)એ કાનાભાઈ છગનભાઈ લોહાણા,પ્રકાશ જૈન,યુવતી લક્ષ્મીબેન અશ્વિનભાઈ તિરપુડે અને ડોલી ઉર્ફે તન્વી માલી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાવિક ત્રિવેદી કબુતરના ચણ વેચવાનું કામ કરતો હોવાનું અને બે ભાઈઓમાં નાનો તેમજ માતા પ્રતિભાબેન ભાવિકના લગ્ન બાબતે ક્ધયાની શોધખોળ કરતા હતા.

તે દરમિયાન કાનાભાઈ છગનભાઇ લોહાણાએ પોતાના ઓળખીતામાં એક ક્ધયા છે જો તમારા દિકરાને લગ્ન કરવા હોય તો પ્રકાશભાઈ જૈન રહે નાગપુર વાળા પાસે ક્ધયા છે હુ તમને બતાવુ તેવી વાત ડિસેમ્બર મહીનામાં કાનાભાઈ છગનભાઇ ઠકકરે તેના મોબાઇલ માથી છોકરીના ફોટા, આધાર કાર્ડ તથા લીવીંગ સર્ટી મોકલેલ હતા.

તે ફોટો પોતે તેના મમ્મીએ, મોટાભાઈ કેયુર તથા મામા રાકેશભાઈ મુગટલાલ ત્રીવેદીને બતાવેલ જેથી અમો યારેય આ છોકરી ફોટામા પસંદ કરેલ અને લગ્નની હા પાડેલ જેથી આ કાનાભાઈ ઠકકરે આ છોકરી વાળાને તા-29/12/2025ના રોજ રાજકોટ બોલાવેલ અને અશોક ગેસ્ટ હાઉસ બસ સ્ટેંડ પાસે બોલાવેલ જેથી મમ્મી તથા મામા રાકેશભાઈ ગયેલ અને વાત નકકી કરેલ હતી.તા.30/12/2525ના રોજ ક્ધયા લક્ષ્મીબેન અશ્વીનભાઈ તીરપુડે રહે. નાગપુર રાજીવનગર જરીપટકા તથા દલાલ તરીકે પ્રકાશ જૈન તથા ડોલી ઉર્ફે તનવી માલી રહે નાગપુર તથા એક અજાણ્યો માણસ જે ડોલીના પતિ તરીકે ઓળખ આપેલ આ બધા સાથે વાતચીત થયેલ અને 31/12/2025ના વકીલ પાસે રજી સ્ટ્રેશન કરાવી લગ્ન નોંધણી માટેના કાગળો તૈયાર કરી રજીસ્ટાર મેરેજ નોંધણી કાલાવડ તાલુકાના નાગપુર ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી પાસે લગ્ન નોંધણી નંબર 10/2626થી કરાવેલ હતી.

આ દરમયાન આ પત્ની લક્ષ્મી અને ફરિયાદી પતી પત્નિ તરીકે જોડાયેલ પરંતુ ભાવિક હિન્દુ રીવાજ મુજબ લગ્ન કરવાના હોય જેથી આગામી 26/01/2026ના રોજ લગ્ન કરવાનું નકકી કરેલ અને આ લગ્ન સબંધે બે લાખ નકકી કરેલા જેમાથી એક લાખ પયાસ હજાર કાનભાઈના હાથમાં આપેલ અને આ કાનાભાઇએ તે દોઢ લાખ રુપીયા પ્રકાશ જૈનને આપેલા આ રુપીયા અશોક ગેસ્ટ હાઉસ ખાતે આપેલ હતા.પરંતુ પત્નિ ઉપર શંકા જાતા અને તે તેના મોબાઇલ ઉપર મરાઠી ભાષામાં વાત કરતી હોય જેથી તેના મોબાઈલના રેકોડીંગ ઉપરથી મરાઠી ભાષાનુ ગુજરાતીમાં જાણતા પત્નિ તેના કોઇ મળતીયા સાથે વાત કરતી હોય અને ઘરમાથી જે મળે તે લઇ થોડા દિવસમા નીકળી જઈશ તેવી હકીકત જાણવા મળતા પોલીસમા માતાએ અરજી આપેલ હતી અને અમે આ મારી પત્નિ કોઇક અજુગતુ કામ કરશે તેવી શંકા હોય અને લગ્ન સમયે તે કુવારી હોવાનું અમોને પુરતી વિશ્વાસથી વાત કરેલ હતી.

જેથી વિશ્વાસ કરેલ અને હિંદુ વીધી મુજબ લગ્ન થાય પછી પચાસ હજાર દેવાના હતા.તા.26/01ના રોજ હિંદુ વીધીથી લગ્ન કરેલ અને મારી સાથે પત્નિ તરીકે સારી રીતે રહેવા લાગેલ અને આ દર મયાન ગઇ તા.1/02ના રોજ રાત્રીના આઠેક વાગ્યે ભાવિક તથા લક્ષ્મીને પોલીસ સ્ટેશન બોલાવતા ત્યાં નાગપુર પોલીસ મળેલ અને પોલીસની હાજરીમાં હકીકત જાણવા મળી કે પોલીસ સાથે લક્ષ્મીનો પતિ અશ્વીન સુનીલ તીરપુડે તથા તેની દિકરી તથા તેનો ભાઇ તથા તેની બહેન શાંતા તથા તેના બનેવી હોવાની હકીકત બહાર આવી હતી.

Exit mobile version