Site icon Gujarat Mirror

બસપોર્ટમાં બસની રાહ જોઈ ઉભેલી કોલેજિયન યુવતીનો મોબાઈલ ચોરાયો

રાજકોટ શહેરના બસપોર્ટમાં પ્લેટ ફોર્મ નંબર.10 પર જામનગર જવા માટે બસની રાહ જોઇને ઉભેલી કોલેજીયન યુવતીના ખિસ્સામાંથી ગઠીયાએ મોબાઈલ સેરવી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતો મુજબ,જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સ્નેહાબેન મહેશભાઈ ચાંદ્રા(ઉ.વ.20)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.12/09ના રોજ બપોરના મારે રાજકોટ થી જામનગર જવાનું હોય જેથી હું રાજકોટ મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેના પ્લેટફોર્મ નં-10 ઉપર હતી અને રાજકોટ જામનગર એસ.ટી બસ આવી ગયેલ હોય અને હું તે બસમાં ચડવા જતા મે પહેરેલ જીન્સના પાછળના ખીંચામાં રાખેલ મારો સેમ સંગ કંપનીનો મોબાઈલ ફોન જેની આશરે કિં રૂૂ/-13000/- ગણાય તે મોબાઈલ બસમાં ચડયા બાદ તપાસ કરતા મે પહેરેલ જીન્સના પાછળના ખીંચામાં જોવા મળેલ ના હોય જેથી મે તુરંત બસમાં આજુબાજુ તપાસ કરી તો મને મારો આ મોબાઈલ મળી આવેલ ના હતો અને એટલામાં બસ જામનગર જવા માટે રવાના થઈ ગઈ હોય એટલે મે નીચે ઉતરી તપાસ કરી ના હતી.

આ મારો મોબાઈલ બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઇ ગયેલ હોવાનુ મને જણાયેલ બાદ જામનગર મારા ઘરે પહોચી ગઈ તા.13/09ના રોજ ઓનલાઈન ઈ-એફ.આ ઈ.આર કરેલ હતી અને આ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ કરી હતી.

Exit mobile version