Site icon Gujarat Mirror

સદર બજારમાં કતલખાને લવાતા ભેંસ અને પાડાનો જીવ બચાવતી પોલીસ

શહેરની ભાગોળે મોરબી રોડ રતનપાસેથી ગૌરક્ષકો અને પોલીસે બાતમીના આધારે છોટાહાથીને ઝડપી લઇ કતલખાને ધકેલાતી ભેંસ અને પાડાનો જીવ બચાવ્યો હતો. પોલીસે છોટાહાથી સાથે વાંકાનેરના શખ્સને ઝડપી લીધો હતો બંને પશુ સદર બજારમાં કતલખાને લઇ જવાતા હોવાનું ખુલવા પામ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતા ગૌરક્ષક ભાવીનભાઇ ઘનશ્યામભાઇ ધીયાડ (ઉ.વ.35)એ કુવાડવા રોડ પોલીસ મગથમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રાત્રે 3 વાગ્યાના અરસામાં છોટાહાથીમાં પશુ ભરીને રાજકોટ આવતા હોવાની બાતમી મળતા તેમની સંસ્થાના અન્ય સભ્યોને જાણ કરી હતી. જેથી ગૌરક્ષકોએ મોરબી રોડ પર રતનપર પાસે વોચ ગોઠવી હતી અને પોલીસમાં જાણ કરતા પોલીસ પણ પહોંચી ગઇ હતી.

દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યના અરસામાં છોટા હાથી આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાં એક ભેંશ અને એક પાડો ક્રુરતા પૂર્વક દોરડાથી બાંધેલા હોય જેથી છોટાહાથીના ચાલક એઝાઝ અબાસભાઇ લાખા રહે. વાંકાનેર હોવાનુ જણાવ્યુ હતું તેને આ ભેંસ અને પાડા કયાંથી લાવ્યો તે બાબતે પૂછતા તેણે વાંકાનેરના અમરસર ગામેથી નીજામભાઇ પાસેથી વેંચાતા લઇ સદર બજાર ખાતે મકશુદભાઇને આપવા જતો હોવાનુ જણાવ્યુ હતું આમ પોલીસ અને ગૌરક્ષકોએ ભેંસ અને પાડાનો જીવ બચાવી લઇ છોટાહાથીના ચાલક એઝાઝ લાખાની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પશુ પ્રત્યે ધાતકી પણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બંને પુશને સદર બજાર ખાતે કતલખાને લઇ જવાતો હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version