Site icon Gujarat Mirror

મોટામવામાં બ્રહ્માકુમારીઝ સેન્ટરે જતા વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેનની ચીલઝડપ

મોટા મોવા સેલેનિયમ સ્કેવરની સામે આવેલી શિવમ પાર્ક શેરી નંબર.1માં રહેતા સમજુબેન ડાયાભાઇ સંખાવરા(ઉ.વ.65) ગઈકાલે સાંજે બ્રમ્હાકુમારી ઓમશાંતી સેન્ટર ખાતે ધ્યાન કરવા જતા હતા ત્યારે સેલેનિયમ સ્કવેર નજીક પાછળ આવેલા બાઈક સવારે સમજુબેનના ગળા પરથી ઝોટ મારી એક લાખના સોનાના ચેઇનની ચિલઝડપ કરી હતી.આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સમજુબેને ફરિયાદમાં જણાવ્યું હતું ક ે હું તા.18/06ના રોજ સાંજના પોણા પાંચ વાગ્યાની આસપાસ હું મારા ઘરેથી ઘરની બાજુમા આવેલ બ્રમ્હાકુમારી ઓમશાંતી સેન્ટર ખાતે ધ્યાન કરવા જતી હતી ત્યારે મારા ઘરથી આશરે 200 ફુટ માસુમ સ્કુલ વાળા રોડ ઉપર પહોચતા હુ ચાલીને જતી હતી ત્યારે મારી પાછળથી એક બાઈક આવેલ અને તેમણે તેમનુ બાઈક મારી બાજુમા ચલાવેલ અને અચાનક મારા ગળામાથી તેમણે મે પહેરેલ સોનાનો ચેઇન ખેંચી લઇ અને ત્યાથી પુરઝડપે પોતાનુ બાઈક ચલાવી નીકળી ગયેલ જેથી હુ ગભરાઇ ગયેલ અને તરત જ મારા ઘરે ગયેલ અને મારા ઘરે મે આ બાબતે મારા પુત્રને વાત કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Exit mobile version