ગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડ

  અમરેલી સાયબર ક્રાઈમેSD PAY કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે 634 કરોડ રૂૂપિયાની ઠગાઈ થઈ…

 

અમરેલી સાયબર ક્રાઈમેSD PAY કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે 634 કરોડ રૂૂપિયાની ઠગાઈ થઈ હતી. SITએ કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. દૈનિક 0.15% થી 0.30% વળતર અને 15 લેયર રેફરલ બોનસની લાલચ આપી રોકાણ કરાવાયું હતું. ડમી કંપનીઓ અને 15 બેન્ક ખાતાઓમાં નાણાંની હેરાફેરી થઈ હતી.

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતરની લાલચ આપી રાજ્યભરના 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે કરોડો રૂૂપિયાની ઠગાઈ આચરનારી ગેંગનો અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.SD Pay અને Apna Pay નામની મોબાઈલ એપ્લિકેશન મારફતે આચરવામાં આવેલા અંદાજે 634 કરોડ રૂૂપિયાના નાણાકીય કૌભાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ‘S.D. Pay’ એપ્લિકેશન દ્વારા લોકો પાસે 1 હજાર રૂૂપિયાથી લઈને 5 લાખ રૂૂપિયાથી વધુ રકમનું રોકાણ કરાવી દૈનિક 0.15%થી 0.30% સુધીનું વળતર આપવાની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત, 15 અલગ-અલગ લેયર સુધી 3% થી 30% સુધીના રેફરલ બોનસની લાલચ આપી લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ દ્વારા આરોપીઓએ પોતાના રેફરલથી જ અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને જોડીને કરોડોનું રોકાણ કરાવ્યું હતું.

આ મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમો, Banning of Unregulated Deposit Schemes Act, GPID એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી SITની રચના કરાઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ નાણાં મેળવવા અને સગેવગે કરવા માટે S.D. Hub (OPC) Pvt. Ltd., Shiv Dharti Communi cation, Upay Digi Payment India સહિતની ડમી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના 15 જેટલા બેન્ક ખાતાઓમાં 634 કરોડ રૂૂપિયાની જંગી રકમ જમા થઈ હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત આરોપીઓના અંગત 30થી 35 બેન્ક ખાતાઓ પણ મળી આવ્યા છે. પોલીસે સૂર્યસિંહ રાઠોડ (ઉ. 24): રહે. માણસા, ગાંધીનગર, આશિષ ગેડિયા (ઉ. 38): મૂળ સાવરકુંડલા, હાલ સુરત, ભાવેશ ચૌહાણ (ઉ. 41): મૂળ સાવરકુંડલા, હાલ સુરત, નિશી પ્રસાદ (ઉ. 47): રહે. મહેસાણા (મૂળ બિહાર), સોહિલ મકવાણા (ઉ. 26): રહે. મહેસાણા, નિરવકુમાર પટેલ (ઉ. 32): રહે. બલોલ, મહેસાણાની ધરપકડ કરી NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ ગેંગના 12 બેન્ક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ SIT દ્વારા વધુ કંપનીઓ અને બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.