Site icon Gujarat Mirror

મોરબી સરકીટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

મોરબીના સર્કિટ હાઉસ પાસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્પાના બે માલિકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મોરબીમાં સર્કિટ હાઉસ પાસે વિકાસ ચેમ્બરમાં સનમૂન સ્પાના સંચાલક ભાવેશભાઈ સદાશીવભાઈ ખમકાર તથા સહુલભાઈ વિનોદભાઈ સોલંકી સાથે મળી આ સ્થળે આર્થીક લાભ માટે બહારની મહિલાઓ રાખી ગ્રાહકો બોલાવી તેઓને બોડી મસાજના ઓઠાતળે દેહ વિક્રયની પ્રવૃત્તિ કરાવે છે. આ બાતમીના આધારે રેઈડ કરી ભાવેશભાઈ સદાશીવભાઈ ખમકાર ઉં.વ. 30 ( સ્પાના માલીક ) અને રાહુલભાઇ વિનોદભાઈ સોલંકી ઉ.વ.26 (સ્પાના માલીક)ને પકડી લઈ તેમની વિરૂૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટની 1956ની કલમ 3(1345(1)(એ), પ(1)(ડી), 6(1)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પીઆઈ એન.એ.વસાવા, પીએસઆઈ એમ.આર.સિંધવ, એ.એસ.આઈ. જે.કે. અધારા, હેડ.કોન્સ. જગદિશભાઈ ડાંગર, જયપાલભાઈ લાવડીયા, રાજેશભાઈડાંગર, વિજયભાઈ બાર, પો.કોન્સ. ભાવેશભાઈ કાંટા, રાજપાલસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, વિપુલભાઇ બાલાસરા, મહિલા પો.કોન્સ. કાજલબેન સુભાષભાઈ રોકાયેલ હતા.

મોટીવાવડીમાંથી દારૂ ઝડપાયો
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વિદેશી દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂૂની 114 બોટલ મળી આવતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન રાજકોટના એક આરોપીનું નામ ખુલતા તાલુકા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડીમાં વિદેશી દારૂૂનો જથ્થો ઉતારી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂૂની 114 બોટલ કિંમત રૂૂપિયા 58,680 મળી આવતા આરોપી રાહુલ મહેશભાઈ ચાવડા રહે.નવી ટીંબડી તેમજ આરોપી અરમાન ઈકબાલભાઈ જુણેજા રહે.રણછોડનગર, મોરબી વાળા બનાવ સ્થળે હાજર મળી આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં બન્ને આરોપીઓની પૂછતાછમા વિદેશી દારૂૂનો આ જથ્થો છુપાવવા તેમજ વેચાણમાં આરોપી નઝીર રહીમભાઈ સંધી રહે.ભગવતીપરા રાજકોટ વાળાની સંડોવણી કબુલતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Exit mobile version