પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

શહેરમાં ભીચરી રોડ પર પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે માસુમ બાળકને ફેંકી દેનાર નિષ્ઠૂર…

શહેરમાં ભીચરી રોડ પર પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે માસુમ બાળકને ફેંકી દેનાર નિષ્ઠૂર જનેતાની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પ્રદ્યુમન પાર્ક પાસે ભીચરી જવાના રોડ પર નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી નવજાત શિશુના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે નવજાત શિશુને ફેંકી દેનાર નિષ્ઠૂર જનેતાની શોધખોળ શરૂ કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.